સમીરે સાંજના સોડમાં સુતા

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સમીરે સાંજના સોડમાં સુતા
નરસિંહ મહેતા


<poem>

સમીરે સાંજના સોડમાં સુતાં, નણદલીએ સાદ કીધો રે; હવું પ્રભાત પીયુ થયો ઘેલો, ઉંઘરેટો જઈ સૂતોરે. હરિનું પીતાંબર સેજે રહ્યુંરે, પાલટીને પટફૂલ ગયો; ક્યમ કદી વનજાઉરે મહી વેંચવા, દુરિજન લોકબોલ કહ્યો રે. દીઠડે ડાઢ ગળે, અસતીઆ બહુ બળે, તો અભિમાન શું કરીએ; નરસિંહાચો સ્વામી ભલે મળિયો, ભવસાગર ઉતરીએરે.