સાંભળો કામની કૃષ્ણ કાયર કહે
Appearance
સાંભળો કામની કૃષ્ણ કાયર કહે નરસિંહ મહેતા |
<poem>
સાંભળો કામની કૃષ્ણ કાયર કહે, તાહરા મંદિરથકો નહીરે જાઉં; અવર કો નાર નહીં તૂજ સારખી, જેહને ફૂલ કરી હું બંધાઉં. તું વનવેલડી, હું વનમાળી, સીંચવે સમર્થ દ્રષ્ટિ કરૂં; તુજ પાસલે રાખું શીતલ પાણિ ધરી, પ્રેમની વાડ કરૂં. સાંભળો સુંદરી એમ કહે શ્રીહરિ, જેની ફૂલમાળા કરી હું રે બાંધ્યો; ચૌદ ભુવનતણાં બંધન છોડવું, મેં જાણ્યું તે મોહની મંત્ર સાધ્યો. માન તું માનની, માન માગી કહું, નહીં તજું મંદિર બોલ દીધો; નરસિંહાચો સ્વામી, સર્વે રસ લહ્યો, સુરત સગ્રામ આધીન કીધો.