લખાણ પર જાઓ

સુખ

વિકિસૂક્તિમાંથી
  • સુખ અને આનંદમાં ભેદ છે

ધન દોલતથી જે મળે તે સુખ છે,
સંતોષથી જે મળે તે આનંદ છે,
સુખી વ્યક્તિ આનંદમાં ના હોય એવું બને પણ આનંદી વ્યક્તિ સુખી હોય છે.

સુખ એટલે જે કામ કરતા તમને મજા આવે.
જો તમને કોઈ ની મદદ કરવા મા, પુણ્્ય કરવામાં, મજા આવે છે તો આ બધું તમારી માટે સુખ છે.

જો તમને પાપ કરવા,બીજા ને હેરાન કરવા, દારુ પીવો ગમે઼છે,તો એ તમારી માટે સુખ છે. ભલે એ બીજા માટે દુઃખ હોય.

સુખ ની વ્યાખ્યા એક જ છે, ભલે એના પ્રકાર અલગ હોય.સુખ એ માણસનો આનંદ છે. તે ગમે એ વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. માણસ માટે સુ સુખ છે એ તેની પ્રકૃતિ પર આધાર રાખે છે.ઉદાહરણ તરીકે કોઈ માણસ ને કારેલા નુ શાક નથી ભાવતુ તો એ દુઃખ છે જ્યારે કોઈ ને ભાવતુ પણ હોય તે તેની માટે સુખ છે.

દરેક માણસ સુખી થવાજ ઈચ્છે છે, પૈસા કમાવવા પાછળ નુ કારણ સુખ જ છે, દરેક માણસ સુખી થવા તો ઈચ્છે છે પણ તે સાચા પગલા ભરી શકતો નથી,અને દુઃખ પામેે છે.

આ દુનિયા માં દરેક માણસ નુ અંતિમ લક્ષ્ય સુખ હોતુ નથી. કારણ કે લોકો બીજા ના સુખ માટે પણ જાન આપી શકે છે. જેમ કે ચકલી તેના ઈંડા ને સેવે છે, બચ્ચાં નુ પોષણ કરે છે, અને એના ભરણપોષણ માટે ખુબ મહેનત કરે છે, એ જાણે છે કે એને કંઈ જ ફાયદો થવાનો નથી તોય એ કર્મ કરે છે, આમ સુખ કરતાં પ્રેમ ને અગત્ય નો કહી શકાય.

દરેક સજીવ સુખી થવા ઈચ્છે છે પણ તે તેની આગવી તૈયારી કરતો નથી. જેમ કે સિંહ, વાઘ, પક્ષી કે જીવજંતુ તેઓ પોતાના માટે કંઈ જ કરતા નથી, તેઓ પોતાનુ રહેઠાણ બનાવે છે, જે તેમના બચ્ચાં માટે છે. વળી કીડી કે જે અન્ન નો સંગ્રહ કરે છે એ એના બચ્ચાં માટે છે. પણ માણસ એક જ એવુ પ્રાણી છે જે સુખી થવા માટે આગવી તૈયારી કરે છે.