સુવિચાર

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
 1. વાણી અને વર્તન એક સરખાં હોવાં જોઈએ.
 2. કુદરતનો ન્યાય એટલો જ છે કે જે લૂંટે છે તે લૂંટાય છે.
 3. માંગવા જેવી ત્રણ વસ્તુ છે સદ્બુદ્ધિ, સદ્-વાણી અને સદ્-ગતિ
 4. જ્યાં શંકા ઊભી થાય ત્યાં સંતાપ ઊભો થાય જ.
 5. આ દુનિયામાં મોટામાં મોટો મુરખ કોણ ? જે દુનિયાને છેતરે છે.
 6. અહિંસા તો તેને કહેવાય કે પૂરી શક્તોઇ હોવા છતાં કંઈ જ પ્રતિકાર ના કરે તે.
 7. કોઈને દુઃખ આપ્યું એ જ આપના દુઃખનું કારણ
 8. અહંકાર એ જ અધૂરાપણું છે.
 9. જે હક્કનું ભોગવે, એને ચિંતા ન થાય.
 10. તમે સામેનાને ટેકો ના આપી શકો તો કંઈ નહીં પણ ટીકા તો ન કરો.
 11. કુરૂપ મન કરતાં કુરૂપ ચહેરો સારો.
 12. સંસ્કારિકતા જીવનનો શ્રુંગાર છે.
 13. વ્યવહાર એટલે આપીને લો અને લઈને આપો
 14. જ્યાં સુધી પૈસાનો કેફ ચઢે નહીં ત્યાં સુધી પૈસો વધે ને કેફ ચઢે તો પૈસો ઘટે.
 15. સંસારમાં સ્વાર્થ છોડાવે તે સત્સંગ અને સંસારમાં સ્પર્ધા વધારે તે કુસંગ કહેવાય.
 16. મૌન એ શક્તિ છે
 17. મૃત્યુની પેલે પાર આવે એ સાચી સંપત્તિ.
 18. ચારિત્ર એ જીવનની મહાન સંપત્તિ છે
 19. આ સંસાર તો બધાં હિસાબ ચૂકવવાનું કારખાનું છે.
 20. ક્રોધનો અભાવ તેનું નામ ક્ષમા
 21. દુઃખ ઘટાડે તેનું નામ સમજણ કહેવાય.
 22. ત્યાગમાં અહંકાર હોય, સંયમમાં અહંકાર ન હોય.
 23. સાત્વિક આહાર હોય તો સાત્વિક ગુણમાં રહી શકાય
 24. વસ્તુ નડતી નથી પણ મમતા બુદ્ધિ નડે છે.
 25. સર્વ દુઃખોથી મુક્ત કરે તેનું નામ ધર્મ,
 26. વસ્તુનો લોભ થાય ત્યારથી માણસ અંધ થાય.
 27. યોગ એ રોગની દવા છે.
 28. જીવનાના અંત પહેલાં વેર અને વાસના નો ત્યાગ કરવો.
 29. અસંતોષ એ દુઃખ અને પતનનું માર્ગ છે.
 30. નિષ્ફળતાનો અહેસાસ એજ સ્ફળતાનો પ્રથમ સોપાન છે.
 31. અહંકારનું કામ જ એ છે કે પોતે નડે અને સામાને પાડે
 32. આ જગમાં બધુંય જડે પણ પોતાની ભૂલ ન જડે
 33. પ્રેમમાં રસાકસી છે - મોહમાં હુંસાતુંસી છે.
 34. ચિંતા કરવા કરતા ઉપાય શોધો.

ઢાંચો:Uncategorized