અખાના છપ્પા/આત્મા અંગ

વિકિસૂક્તિમાંથી
← મુક્તિ અંગ અખાના છપ્પા
આત્મા અંગ
અખો
પ્રાપ્તિ અંગ →


ન તીરથ તું આતમ દેવ, સઅદા સનાતન જાણે ભેવ;
અડસઠનું અધિદૈવત સદા, તે જાણે ટલે કોટી આપદા;
તીરથ માર્જન કીધું અખે, જન્મ મરણ નહીં તેને વિષે. ૪૦૪

મલો છે જોજો જગદીશ, તું પડછંદો ને તે ઇશ;
ઉલટ ભેદ પામે આરામ, જો તારું મૂળગું નિજ ધામ;
અખા અક્ષર તું ક્ષર નોય, પ્રતીત તુંને જો તારી હોય. ૪૦૫

સુધું કહેતાં ન માનો દુઃખ, વહેતે જળે ન દીસે મુખ;
ઠેકાને ભાસે જેવું યથા, વણ ઠેરાણે પામ્યો વ્યથા;
જ્ઞાન એક સઘળે પિંડ વસે, અખા કૃત્યની પૂજા હશે. ૪૦૬

હંમાયા બહુ રૂપે કરી, આપોપે સહુએ આદરી;
કાય કહે દેખું પછરંગ, કોય્ શેષશાયી દેખે સુચંગ;
કોને મુક્તાફળ દૃષ્ટે પડે કોય કે મારે જ્યોતિ ઝળહળે;
મનના મત સર્વે આદર્યા, અખેપદથી સઘળા ખર્યા. ૪૦૭

દીઠાને કાં વલગે ભૂર, અણદીઠું વેધે તે શૂર્;
દૃષ્ટ પદારથ જુઠો થશે, વેકુંઠાદિ સર્વે જશે;
ધ્યાન ધરે દીસે જંજાળ, અખા નોય એ હરિની ભાળ. ૪૦૮

ધ્યાન દીસે તે જાગ્યે જાય, ખોટાનો શો લકરો ઉપાય;
ઈન્દ્રજાળની વિદ્યા કાં મોહોય, એ તો કર્ત્તવ્ય છોકરાં જોય;
ભરમીશમાં એ દેખી ભાત, અખા કૃત્ય રહિત છે વાત. ૪૦૯

ર્ત્તવ્ય સઘળું મનનું જાણ્ય, મન ઉભેથી ટાળે નહિ તાણ્ય;
મન ઉભે ઉભો સંસાર, ફોકટ કેમ વહે છે ભાર;
અર્થ અખા તો થાએ ખરો, જો ઉપાય મન અમનનો કરો. ૪૧૦

લ્પે જલ્પે કથતે જ્ઞાન, વળી નવરો થૈને ધરશે ધ્યાન;
મર્કટ રાજ બેસાડ્યું જેમ, ફળ દીઠે વળિ હું તું તેમ;
અખા એમ નહિ રીઝે રામ, અંતરના સાક્ષીથી કામ. ૪૧૧

નિગમે ગાયો સમ્યક્‌ નવ લહ્યો, નવ આવ્યો ને નવ ગયો;
સદા સનાતન છે અવિકાર, છતે અહંકારે ન લહે પાર;
અખા વસ્તુ સરીખો થાય, તો હીરે હીરો વેંધાય. ૪૧૨

ર્ણાશ્રમ શું વળગે અંધ, જાણે એ માયાનો ફંદ;
લેહેર વળગ્યો કો તવ તર્યો, નિજ બલ આવ્યું તે ઉગર્યો;
હાડ ચર્મ કાં દેખે ભૂર, અખા બ્રહ્મ રહ્યો ભરપૂર. ૪૧૩

ણછતો બોલ સૌ કાને ચડ્યો, પણ કોણ કીયાંથો અળગો પડ્યો;
પાંચતણી સઘળી માંડણી, આપે બોલે માંહે ધણી;
આપોપાથી બુધ્ય જ પડી, અખા એવૈતની કાળપ પડી. ૪૧૪

પ્રીછીને હરિભક્તિ આદરે, તો અંત્યે પડે સહુ વરે;
હું તે કોણ હરિ શી વસ્ત, જે જાની ગ્રહું જઇ હસ્ત;
એમ જાણી જપે મળે ભગવાન, નહિ તો અખા વરવોણી જાન. ૪૧૫

દ્વિચાર તે સાછિ ભક્તિ, જેણે જીવ શીવની લહિયે વ્યક્તિ;
જીવશિવતણુમ્ લીધું હેત, તે પોતો જ્યાં વેદ કહે નેત;
એમ ભક્તિ આવે કણસડે, નહિ તો અખા જુગજુગ રડવડે. ૪૧૬

ક મૂળ મંત્ર સાંભળજો સત્ય, જેણે પદાર્થ લહિયે નિત્ય;
જીવતણું જે જીવજપણું, અને ઐશ્વર્ય જે ઈશ્વરતણું;
એ બેના બે વિકાર જો તજે, તો શેષ ભાગ અખા નીપજે. ૪૧૭

જીવપણું વિચારે વળગે, સદ્ગુરુવચને પડશે વગે;
રજ્જુ ભુગંગા જેમા દીપવડે ટળે, વણ વિચારે ભર્મ જ ફળે
ભર્મ કર્મનો વ્યસની થયો, ત્યારે અખા ઇશ્વર સાક્ષી રહ્યો. ૪૧૮

જીવા ટળવા સૌ જતનજ કરે, તેમ તેમ તે બહોળો વિસ્તરે;
જેમ મૂર્ખ ખાસ ખાણી નિરગામે, તેમ તેમ તે ઘણું ઘણું ડમે;
ઔષધ્યે કંડુ થાયે શાંત, તેમ સદવિચારે આખા જીવ શાંત. ૪૧૯

ક્તિ જ્ઞાન કઠે વૈરાગ, દેહ દર્શન તે ન કરે ત્યાગ;
ત્યાં લાગે એક નવ ફળે, શુદ્ધા શૂરો ઉપરથો બળે;
આંતર અગ્નિ ન લાગે ક્યમે, ફોકટ દમણ અખા નિર્ગમે. ૪૨૦

વિચારે ભક્તિ થાય વણકરી, જ્ઞાન કથયા વિણ પામે હરી;
વાંત્યાગે જ ફાળે વૈરાગ્ય, સદ્વિચાર જ્યારે આવ્યો ભાગ્ય;
હારી જાણ્યા વિણ જે જે કરે, તેને અખા ક્લેશ ઊગરે. ૪૨૧

પ તીર્થ દાન વ્રત નેમ, ઘર બેઠાં તે પામે ખેમ;
સદવિચાર થડ જેણે ગ્રહ્યું, તેને શાખા પત્ર બારું નવ રાજયું;
સદવિચાર વિણ કરે જે ઘણું, તે ધુડ્ય ઉપર આપ્યા લીપણું. ૪૨૨

હેણી વિના કહેણી જે કઠે, માહિ વિના પાણી જે મથે;
જેમ કોયલ સૂતાને પાળે કાગ, વસંત ર્તુએ ઊડી જાએ જાગ;
લક્ષ વિના કેહેણી જોઇ અખે, ભક્તિ દંભ કુતર્ક જ્ઞાન લખે. ૪૨૩

જ્ઞાની છે હરિનું નિજ રૂપ, ચિહ્ન વિના કેમ કહિયે ભૂપ;
રાજપૂતર દળણું નવ દળે, કાળ માયા જેને દ્વારે રળે;
શેષ શંકરનું જીવન જ્ઞાન, એવી નિધિ અખા વિણ સાન. ૪૨૪

કુબુદ્ધિ કુતર્ક ને જ્ઞાન જ કહે, વિષયા દમભા ભક્તિ કરે ગ્રહે;
ક્રોધિ ક્રોધને કહે વૈરાગ, હંસ આસને બેસાડયો કાગ;
ત્રણને નાવ્યો અખા હરિ હાથ, જેમ રૂપા ભરોંશે શીપની આઠ. ૪૨૫

જ્ઞાન તણો મહિમા અતિ ઘણો, તે જાણે જે વિરલો જણ્યો,
ધ્યે ધાતા તેણે પદ નથી, નિરાલંબ પદ એટલા વતી;
કથ્યા ભણ્યાનું નહીં ત્યાં કામ, જો પ્રીછે અખા નિજ ધામ. ૪૨૬

ઉંઠ હાથ તરુ ચંદન તણો, ઊગે વણ વાવ્યો હોય નહીં ઘણો;
બ્રહ્મા વેત્તાનું એ દ્રષ્ટાંત, ક્ર્ત્ય રહિત જો હોય મહાંત;
એક ચિહ્ન ન હોય તે વિષે, તે સરખો અખા તેને લખે. ૪૨૭

છાયા તરુએ તરુ નવ ફરે, તેમ બ્રહ્મવેત્તા કાંઇએ નવ કરે,
કૃત્ય એક નોહે તે વિષે, અચિંત તરુ કેરાં ફળ ભખે;
નિજપદ બેઠો રહે તે વીર, નિત્યાનંદ અખા છે ધીર. ૪૨૮

જેમ કલ્પદ્રુમથી રિધ નીપજે, પોતે કાંઇ ભજે નવ તજે;
સામાનો સંકલ્પ જ ફળે, પોતાનો અનુભવ ના ચળે;
વિદેહી તણી હોય એવી રીત, ગ્રહે અખા જો ઇચ્છે જીત. ૪૨૯

બ્રહ્મરસ જેને ઘટ ઠરે, તે ત્રિલોકની સ્થિતિ નવ કરે;
નવ દીસે તેને પદ રહે, દીસે તેને જાણી ખહે;
થાતાં પહેલો જેવો હતો, તે એવો અખા છે છતો. ૪૩૦

ધ્યાતા ને ધ્યેય જો બે રહેય, તો કૃત્ય ન ખૂટે ન ટળે ભેય;
ધ્યાતા ધ્યેયમ જ્યારે થાય, તેઓ દ્વૈત ઉપાધિ સર્વે રહી જાય;
કઠે રહે સ્વરૂપ જ વિષે, તો જ્ઞાનવંત અખા વેદ લખે. ૪૩૧

અખાના છપ્પા