અખાના છપ્પા/કુટફળ અંગ
← વિભ્રમ અંગ | અખાના છપ્પા કુટફળ અંગ અખો |
ગુરુ અંગ → |
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ૬૨૭ એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. ૬૨૮ મુક્તિ બંધ પૂછે મતિમંદ, શોધી જોતાં સ્વે ગોવિંદ;
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, આકાશકુસુમનો નોહે હાર. ૬૨૯ પિંડ જોતાં કો મુક્તજ નથી, ત્રિવિધ તાપ ભોગવે ધરથી;
ત્યારે અખા મુમુક્ષુ મન, જાણે તે જાણી લે જન. ૬૩૦ જે ધરી આવ્યો ભૌતિક કાય, દેવ નર નાગ કહ્યો નવ જાય;
મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ. ૬૩૧ ગહન ગતિ છે કાળજતણી, જેણે જે જે વાતો ભણી;
માંહોમાં દુર્ઘર્ષ અગાધ્ય, અખા જીવને નાવે સાધ્ય. ૬૩૨ અનુભવી આગળ વાદજ વદે, ઉંટ આગળ જેમ પાળો ખદે;
અખા અનુભવી ઇશ્વરરૂપ, સાગર આગળ શું કૂદે કૂપ. ૬૩૩ આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. ૬૩૪ જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;
ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી. ૬૩૫ આંધળો સસરો ને સણગટ(ઘુંઘટમાં) વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;
ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. ૬૩૬ વ્યાસવેશ્યાની એકજ પેર, વિધા બેટી ઉછેરી ઘેર;
જો જાણે વાંચ્યાની પેર, અખા કાં ન વાંચે ઘેર. ૬૩૭ ગજા પ્રમાણે પ્રબોધે જીવ, બંધનમાં રાખે સદૈવ;
અખા આંધળે લુંટ્યો બજાર, સંતગુરુનો એવો વિચાર. ૬૩૮ જગતપ્રમોદી દાઝ ન ટળે, કુવાડામાંથી કાઢે જળે;
એમ જાણીને રીસે બળે, અખા જ્ઞાનીની નિંદા કરે. ૬૩૯ વિષયી જીવથી પ્રીતજ કરે, તત્વદર્શી ઉપર અભાવજ ધરે;
અખા તે ગુરુના મનમાં ખરા, જીવ આવકાર દઇ બેસારે પરા. ૬૪૦ ગુરુ થઇ બેઠો શેનો સાધ, સ્વામીપણાની વળગી વ્યાધ;
વાયક જાળમાં ઘુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે. ૬૪૧ જ્ઞાનીને તો સર્વે ફોક, બ્રહ્માદિલગી કલ્પ્યાં લોક;
તેની વાત ન જાણે ગૂઢ, અખા ગુરુ થઇ બેઠો મૂઢ. ૬૪૨ સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ;
આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ. ૬૪૩ જ્ઞાની ગુરુ ન થાયે કેનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો;
સેજ સ્વભાવે વાતજ કરે, અખા ગુરુપણું મનમાં નવ ધરે. ૬૪૪ ગુરુ થઇ મૂરખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે;
અખા વેલી કેમ ટાળે વ્યથા, જે નિત્ય વાંચે મડદાની કથા. ૬૪૫ જે પગલાં અગ્નિમાં જળે, તેને શર્ણે કાળ કેમ ટળે;
નહિ પગલાંને શરણે જા, ત્યારે અખા ભવની મટે અજા. ૬૪૬ ચરણ શરણ તો ખોટી કરી, વણ ચરણોનો દીઠો હરિ;
તેણી શરણ અખો શું ગ્રહે, જે સમજે તે એવું લહે. ૬૪૭ જોજો રે ભાઇ વાતનું મૂળ, પેટ ચોળી ઉપજાવ્યું શૂળ;
ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જુતો ઘેર. ૬૪૮ કથા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરિ;
નિસ્પૃહીની એવી છે કથા, અખા બીજી પેટ ભર્યાની વ્યથા. ૬૪૯ રઘુ જદુરાજની વાતજ કહે, દત્ત ભરતનું ઓઠું લહે;
તેને પોતા સરખા કર્યા, અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા. ૬૫૦ દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય. ૬૫૧ સસાસિંગનું વહાણજ કર્યું, મૃગતૃષ્ણામાં જઇને તર્યું;
જેવી શેખશલ્લીની કથા, અખા હમણાં આગળ એવા હતા. ૬૫૨ જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ;
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પાણ. ૬૫૩ લીલા વૃક્ષને ઓઠે રહે, જેમ પારાધી પશુને ગ્રહે;
અખા ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગદર્ભ ને ગુરુ કુંભાર. ૬૫૪ અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો;
શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહિ ને ઘર નવ રખ્યો. ૬૫૫ ગોરીના થાવા વડભાગ, માતા પાસે આજ્ઞા માગ;
જ્ઞાનવિના તે સાધન એવા, અખા તેમાં ન લેવાદેવા. ૬૫૬ સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ;
શાસ્ત્ર તણી છે એકજ આંખ્ય, આ અનુભવની ઉઘડી નહિ ઝાંખ્ય. ૬૫૭ મુંડ મુંડાવી હરિને કાજ, લોક પૂજે ને કહે મહારાજ;
સૌને મન તે કરે કલ્યાણ, અખા એને હરિ મળ્યાની હાણ. ૬૫૮ જ્ઞાતાનો એવો ઉપદેશ, પંચના ગુરુ તે સઘળો વેશ;
અખા જ્ઞાતાની ન માને વાત, સાચું કહેતાં ખીજે સાત. ૬૫૯ હરિને કાજે ઘાટજ ઘડે, નિજ સ્વરૂપથી પાછો પડે;
અખા થકી તે બીજો હરિ, જેમ પર્વતમાંથી પાણજ ખરી. ૬૬૦ જાણપણમાં જાડા થયા, ડહાપણ ડોળી રાબડ રહ્યા;
છે તો ઘણો નવ દીસે ચંદ, કહે અખો માયાનો ફંદ. ૬૬૧ અનંત કળામાં અદકા ખરા, બ્રહ્મવેત્તા એ સૌથી પરા;
ભૂતભવિષ્ય ને અજપાજપ, અખો નહિ તો શેનો થાપ. ૬૬૨ વષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પત્રાવળાં ભરે;
કીર્તન ગાઇને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર. ૬૬૩ જ્યારે મન પામ્યું નિજભાન, ત્યારે સર્વ થયું સમાન;
જેમ કરી કવાથ રોગીને વિષે, પણ અખા અરોગી સર્વે ભખે. ૬૬૪ કે આળસે કે ક્રોધ થયો, વાટે વેષ પેરીને ગયો;
હરિને અર્થે એક વિચાર, અખા સમું પડે તેમ રહે સંસાર. ૬૬૫ જાય સમુળો સઘ સંસાર, કરતાં આત્મતત્વવિચાર;
કર્મ કરતાં ન આવે છેક, અખા વિચારે ન મળે શેષ. ૬૬૬ અખા વસ્તુ વિચારે બ્રહ્મ, અંતરભૂત જાણવા કર્મ;
પાછો વળી ઘડાયે ઘાટ, તેમનો તેમ પોગરનો ઠાઠ. ૬૬૭ તેજ લોહનું જ્યારે દર્પણ કરે, શિકલ કરીને મશકલો ફરે;
અખા જ્ઞાનની એવી પેર, કોટી જુગે કાં આજ આદેર્ય. ૬૬૮ લોહ ગળતે દીસે પોગર ગળ્યા, ઘાટ થાતાં તે પાછા વળ્યા;
અખા અહંતા લોઢું માર્ય, મર્યા પછી તે તરશે વાર્ય. ૬૬૯ જે જળમાં લોહ બુડી જતું, તે ઉપર દીસે રમતું;
અખા મધ્યથો જા તું ટળી, બંધ ને મોક્ષ થકી ક્ષમા મળી. ૬૭૦ અખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ;
રંગ સ્વાદ પત્ર ફળ ફુલ, સદગુરુ મળે તો ભાંગે ભૂલ. ૬૭૧ જાગ જોગ મંત્ર ફ્ળ ને સિદ્ધિ, એ બ્રહ્મઉદર માંહેલી રિદ્ધિ;
વિધિસહિત પરબ્રહ્મને જાણ, ત્યારે અખા ટળે ભવતાણ. ૬૭૨ આત્મલક્ષમાં નહિ પર આપ, વણસંતાને કેનો બાપ;
અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય. ૬૭૩ બ્રહ્મજ્ઞાની બહુ ભેળા થઇ, બ્રહ્મના દેશની વાતજ કહી;
થઇ થઇ વાતો સહુ કોઇ કહે, અખા અણચવ્યો કોકજ રહે. ૬૭૪ અણચવિયાનાં એ એંધાણ, જે સારાં માઠાં ઝીલે બાણ;
પોતે જાણે હું આત્મવેત્તા થયો, તે થાવામાં દેહભાગજ રહ્યો. ૬૭૫ પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ મ વીંચ;
સગુણ નિર્ગુણ એ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ. ૬૭૬ પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ;
કહે અખો કાં ફોક્ટ ફુલ, ભણ્યા ગણ્યા પણ ન ટળી ભૂલ. ૬૭૭ ભણ્યા ગણ્યા તો તે પરમાણ, જો જાણપણું ટાળીને જાણ;
અખા એમ સમજ્યા તે મહંત, તેને સત્ચિત્આનંદ વદે વેદાંત. ૬૭૮ વેદાંતે વાત વિચારી અસી, ને શ્રોતા વક્તા સમજ્યા જસી;
દૈવી તો છે ધણીનું રૂપ, અખા આસુરી ઉંડો કૂપ. ૬૭૯ આસુરી દૈવીને ગડબડ થઈ, દીસે દૈવી તેમાં આસુરી રહી;
અખા શ્વાન જો પ્રલય થાય, તો રૂડાને ઘેર રૂડો જાય. ૬૮૦ ઘર તો સઘળાં રૂડાં કર્યા, ત્યાં અસુરીરૂપે ભસે કૂતરાં;
અખા આસુરી કૂતરાં જાણ, આશાની ભક્તિ મોટી હાણ. ૬૮૧ નિરાશી ભક્તિ જે કોઈ કરે, તેનું સેજે કારજ સરે;
આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ. ૬૮૨ અહંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિવડે આદરો;
અહંકૃતે અણછતા ન થયા, છતા ધણીથી છેટા રહ્યા. ૬૮૩ છતો ધણી તું છબીલો જાણ, જેની શોભે સઘળે વાણ;
એમ વાચ્ય અવાચ્ય જેને સબળું ઠર્યું, અખા તેહનું કારજ સર્યું. ૬૮૪ સાચો મારગ જે કોઇ લે, મિથ્યા મારગ મૂકી દે;
ટળમાં રહે અટળશું પ્રીત, અખા એવા એવા પુરુષની થાશે જીત. ૬૮૫ જાણી વસ્તુ ને ઉપનો વૈરાગ્ય, અણછતું આવ્રણ ન પામે લાગ;
અચેતને ચોર લુટી ગયા ભાઇ, સાવચેતને ઘેર આનંદ વધાઇ. ૬૮૬ |
આનંદ વધાઇ અનુભવથી થાય, અજ્ઞાન ગાંઠો છૂટી જાય;
ધન ધન જ્ઞાનીજનનું ગાત્ર, જગત જાણ્યું જેણે તૃણમાત્ર. ૬૮૭ જ્ઞાની તે જે કરે વિચાર, પરપંચ તજે ને સંગ્રહે સાર;
ટાળે આપ ને ભાળે ઈશ, અખા એવા પુરુષને મળે જગદીશ. ૬૮૮ મોટી તાણ છે પંથજ તણી, નથી જુજવા એક છે ધણી;
જેમ રાજા એક ને પ્રજા જુજવી, અખો એ રીતે જુએ અનુભવી. ૬૮૯ રાજાનું જેમ શહેરજ એક, પ્રજા જુજવી વર્ણવિવેક;
સર્વેને મળતો થઈ જાય, અખા આખું શહેર તેના ગુણ ગાય. ૬૯૦ એ દૃષ્ટાંત ન સમઝે કોય, સહુનું બળ સહુમાંહે હોય;
જાવા દ્યો જાણે તેમ થાઓ, આપણ આપણા અવગુણ ગાય. ૬૯૧ અવગુણ મ જોશો પ્રભુ મહારાજ, તમારા બાનાની તમને લાજ;
તમે તમારાની પ્રભુ કરો સાર, અખા કરૂં વિનતિ તજી અહંકાર. ૬૯૨ અહંકાર તજીને આશે રહ્યો, મન કર્મ વચને તમારો થયો;
વાજું વજાડો તો વાજે તદા, વણ વજાડ્યું ન વાજે કદા. ૬૯૩ વાજું હું તમો વજાવણહાર, તે વાજું શાને ધરે અહંકાર;
ધનધન વાજું ધણીકર થવે, અખા આસુરીકર તવઅવળું લવે. ૬૯૪ આસુરીના ફેરા ફરે છે જંત, તે નવ જાણે વસ્તુ તંત;
ચોર શાહની ચિંતા કરે, વળતો શાહ ચોરથી ડરે. ૬૯૫ ડર્યા શા તે પારે થયા, જખ મારીને કોર જા રહ્યા;
અંતઃકરણ કહિયે જે ચાર, થાય અહર્નિશ જ્ઞાના વિહાર. ૬૯૬ જ્ઞાની વિહારી ગોપી જશા, તેમ જ્ઞાની જેને ગોપીની દશા;
પોતાની દેહ પણ ભૂલી ગઇ, અખા કામની કુળવંત થઇ. ૬૯૭ પ્રસન્ના થઇ પ્રભુ પ્રેમે મળ્યો, જોગ જોગારથ કરવો ટૅળ્યો;
સખી સમાગમ સદા નિજધામ, અખા એ રસ તેનું નામ. ૬૯૮ અખે રસની ચાલે ચે નદી, તે બ્રહ્મા વેત્તા પીએ ભગવદી;
કંઇ કંઇ કહેણી કથતા ફરે, અખા બ્રહ્મવેત્તા ભાગ્યે નીસરે. ૬૯૯ બ્રહ્મવેત્તા કેમ દર્શે ભાઇ, જે બ્રહ્મ કલામાં રહ્યા સમાઇ;
અખા આંખ જો ઉપએ નવી, તો બ્રહ્મવેત્તા દર્શે અનુભવી. ૭૦૦ મેલી આંખને બેસે મળો, કથા કીર્તના કરે થૈ ભલો;
કેટલાકને જુદ્ધ કથ્યાનું જોર, અખા સિદ્ધાંતા ના સમઝે કરે બકોર. ૭૦૧ સમજુને સમજુનો સંગ, અણસમજુને આપે અંગ;
અણસમજુ તે આંધળા કુવા, સમજુ સજ્જના સરસો ગાઉ જુના. ૭૦૨ વસે વેગળા મર સમજુ સજ્જન, તોયે ત્યાંથી અર્પે મંન;
એમા અનુભવી અનુભવીને લખે, અળગો રહે વિંધાણા પખે. ૭૦૩ વ્રેહે વેંધ્યો તે જાએ આપ, સજાને શો વ્રેહેનો સંતાપ;
સાજા તો શાકટને જાણ, વ્રેહનો વેંધ્યો જ્ઞાની વખાણ. ૭૦૪ શાકટને તો અનીતિ સાર, જેમ અકાગને અશુભનો આહાર;
શાકટને લાગે સુધારસ બાણ, પણ જ્ઞાનીના તો વેંધે પ્રાણ. ૭૦૫
શાકટનો પ્રવૃત્તિ પરિવાર, જ્ઞાનીનો તો નિવૃત્તિ કુમાર. ૭૦૬ એ બેઉને કરિયે એક, તો ગાદિયે બેસે જ્ઞાના વિવેક;
અદલા થયું ત્યારે સવ્વાશેર, વિષ્ટિ કરતાં ચૂક્યું વેર. ૭૦૭ આનંદ મંગળ ઓચ્છવ થાય, હરિનાં જન તે હરિજશ ગાય;
ઉચી અખા શહેરની શોભા નવી, જેમ વીતી રજની પ્રગટ્યો રવી. ૭૦૮ હું હું રૂપી વીતે રાત, તેને ટળતા થાય પ્રભાત;
અખા વસ્તુ આફરડી નવ મળે, અઅરત રાખી ધણીને બળે. ૭૦૯ આરતા વિના ન ઉપજે હેત, આરત વિના પૂજારો પ્રેત;
ઉપાડે ઘણા પણ ઉભી ન થાય, અખા જોર કરનરા પાચા જાય. ૭૧૦ નથી વાંકા વિશ્વંભર તણો, જે કહિયે તે વાંક અઅપણો;
પૂર્ણાનંદ પીરસનારો રહે, અખા અભાગિયાને કોણ કહે. ૭૧૧ પૂર્ણાનંદ તે પૂર્ણ દયાળ, સર્વ જીવની કરે સંભાળ;
દયા સારુ દાખવ્યા ધર્મ, અખા હરિનો મોટો મર્મ.૭૧૨ આત્મા ઉપકાર કૈ પેરે કરે, કોણ ઉપકારે આત્મા ઠરે;
કરી સમરણ નિર્મળો થાય; અખા ધણીના થકો ઠેરાય. ૭૧૩ દેહ કાળ દ્વૈત પદને નડે, સજીવના સાથે સજીવન લડે;
જડ ચૈતન્ય તે શબના સમાન, અખા તે જ સજીવન જેને વસ્તુજ્ઞાન. ૭૧૪ જગત પ્રપંચ એમ ચાલ્યો જાય, જીવપને જીવે તે સજીવ કહેવાય;
મૃતકજ્ઞાની તે સજીવના સહી, અખા જીવપણે જીવે તે જીવતો નહીં. ૭૧૫ મૂળા સવરૂપા કહ્યું નવ જાય, એક સ્વરૂપ તે કેમ કહેવાય;
દશે દીશામાં વ્યાપક અનૂપ, એ હૃદે થાય કેમ અકળ સ્વરૂપ. ૭૧૬ જેને જડ્યું તે સમું ફળ્યું, જેમ બીબે રૂપ ઢળે વણ ઘડ્યું;
નિત્ય અનિત્ય સમજાયું ખરું, અખા પ્રપંચનેમેલે પરું. ૭૧૭ સમજુ શાખી અર્ધ ઓચરે, તેની તરોવડ શું પંડિતા ક્રે;
અખા તે થકી પ્રાકૃત ભલા, જો આવે સમજ્યાની કળા. ૭૧૮ શબરી સંસ્કૃત શું ભણી હતી ભાઈ, કયા વેદ વાંચ્યા કરમાબાઈ;
વળી સ્વપચની સમઝ્યો રીત, અખા હરિ તેના જેવી સાચી પ્રીત. ૭૧૯ ઝીણી માયા તે છાની છરી, મીથી થઇ ને મારે ખરી;
પણ ઝીણો થઇ ઝીણીને હણે, અખો સાચી પ્રીત તેની ગણે. ૭૨૦ નહાયા ધોયા ફરે ફુટડા, ખાઈ પીને થયા ખુંટડા;
કાય કરે તે ઝીણાની પક્ષ, તે ઝીણી જાડાને કરશે ભક્ષ. ૭૨૨ મુડી વણ કંઈ મહીપતિ વહ્યા, મુડી વન કંઈ લોક જ રહ્યા;
અખા રહેણી આંક લખ્યો નહિ એક, એમ એકડા વોણાં મીંડા અનેક. ૭૨૩ અનેક રૂપે માયા રમે , ત્યાંતેવી જ્યાં જેવું ગમે;
જે કર્મ હોય મૂકવા જોગ, અખા તેનો જ પડાવે ભોગ. ૭૨૪ એવા માયાના ઘણા છે ઘાટ, જ્યાં જોઈયે ત્યાં માયાના હાટ;
ધન વોહોરતિયા જેણે વસ્તુ જોઇ, અખા પ્રેમના પાત્ર વડા નર સોઇ; ૭૨૫ મોહ માયાનરમાઇ ને શું કરે, બળતી અગ્નિ પણ જળમાં ઠરે;
એમ અલ્પ આનંદિસદા અલ્પાય, અખા પ્રેમાનંદનો પ્રલય ના થાય. ૭૨૬ પ્રેમાનંદની ભક્તિ આકરી, વસમી વાટ મહા ખરે ખરી;
પ્રેમાનંદી જ્યાં ગાય ને વાય, અલ્પાનંદી અટપડું જણાય. ૭૨૭ અલ્પાનંદી પોતાને પ્રેમાનંદી ભણે, જેમ વાંઝણી પુત્ર ખોળામાં ગણે;
એમા અલ્પાનંદી પોતાને ગણે ભલ, અખા પ્રેમાનંદ નથી ઉપન્યો પલ. ૭૨૮ ગાયા વજાડે ગુણિજન ઘણા, રંગે રૂપાળા નહિ કાંઈ મણા;
પણ અખા એ તો કસબણ કહેવાયે, પતિવ્રતાપૂર્વે તેમ ગાય. ૭૨૯ પતિવ્રતા જે પિયુને બહ્જે, અનાયાસે અવરને તજે;
અખા પતિવ્રતા કરૂપણી હોય, પણ મોટો ગુણા માંહે પતિવ્રતા જોય. ૭૩૦ પતિવ્રતા તે સાચું વદે, સાચું બોલ્યું કેને ન સઅદે;
કડવે રોગ કાયાનો જાય, અખા મીઠાણે રોગ બમણો થાય. ૭૩૧ રોગીને તો કડવું ઘટે, લીંબડો પીધે રોગા માંહિથી માટે;
નિર્ગુણ થઇ સગુણમાં મળે, તો અખા દૂધમાં સાકર ભળે. ૭૩૨ વિષય સગુણ તે વિષનું રૂપ, હરિ હરિ લીલા સગુણ તે અમૃત રૂપ;
નિર્વિષ્પણે કરે પ્રેમકલ્લોલ, અખા સર્વે મીઠું જેમ ઘીને ગોળ. ૭૩૩ નિર્વિષ્પણું તે સજીવના દશા, વિકાર સહિત તે મુડદાં જશાં;
અળગી આભડશેઠજોવા જાય, પોતાની આભડશેઠ પ્રલ્લે ના થાય. ૭૩૪ પોતાનું કોઈ ન જુવે મૂળ, કોન છે જીવ ને કોણ ચે સ્થૂળ;
જતો ક્યાં તે સમાશે જઈ, અખા એ અજાનોપન સર્વ માંહી. ૭૩૫ અજાણી વસ્તુ મહા અનૂપ, ધણીના અંશ ને ધણીનું રૂપ;
તેમ ધણીના અંશમાં પરવર્યા ભાઇ, અસુરી રણમાં રહી સમાઇ. ૭૩૬ અજ્ઞાની કહે હરિ એમ કેમ હોય, નોખો નોખો ઘણું વગોય;
અખા તેનો આણ જવાબ, જે સુખ દુઃખથી હરિ અળગા આપ. ૭૩૭ જેમ લુણ આવી આંધ્રણમાંઉકળે, તો અર્ણવ તેથી શે ના બલે;
લુણ જલ થઇ જલમાં ભળે, એમ, સુખદુઃખ અખા દાસ થઇ ટળે. ૭૩૮ લુણા તો જળમાં જઈ જળ થયું, ત્યારે લુણપણાનું નખોદ ગયું;
જલનું લુણને તે જલમાં ખપે, અખા હરિના દાસ તે હજુર્માં જપે. ૭૩૯ નકલ એમ ઉરમાં નહિ આણ્ય, હરિજન રૂપ અસલ કરી જાણ્ય;
થડા થકી તો ડાળે ચહડાય, અખા ડાળેથી થડે ઉતરાય. ૭૪૦ થડને ગ્રહો એમ સઘળા કહે, પણ ડાલ્ય વિના ફળ ક્યાંથી લહે;
અખા ડાળ પત્ર પુષ્પફળ થડમાં, તેમા લીલા અવતાર નામ સર્વે અટલમાં ૭૪૧ ઉપમા સહિત જે આત્મા કથે, તે મહી વિનાજેમ પાણી મથે;
જુગતી જાણ્યા વિના જો એકલું ધ્રાય, તો અખા એકલે નવનીત થાય. ૭૪૨ તેમ આપટળી જો જુગ આચરે, તો ગુણ વડે ગુણા તીતને વરે;
મથતાં માખણ થાય પ્રકાશ, અખા પાચી રહી તે પરઠી છાશ. ૭૪૩ નવનીત કમાયો જુગતે કરી, જેમ દેહ આત્મા વડિયે ઓળખ્યા હરી;
અનુભવ અગ્નિએ કીધું તૂપ, અખા ભાળ્ય એ બ્રહ્મ સ્વરૂપ. ૭૪૪ મન મૂકી જેણે ભક્તિ કરી, તેણે દીથા નિરંતર હરી;
અખા તે જા નર સુખિયો થયો, દ્વંદ્વાતીત નર સુખ્માં રહ્યો. ૭૪૫ આદિકર્મ કીધે જીવ થાય્, જેને કારણ અહંતા પરઠાય;
એ વિગત કરે તે વક્તા ખરો, અણજાણ્યે ભૂલા કાં ફરો. ૭૪૬ |