લખાણ પર જાઓ

અખાના છપ્પા/ગુરુ અંગ

વિકિસૂક્તિમાંથી
← કુટફળ અંગ અખાના છપ્પા
ગુરુ અંગ
અખો
સહજ અંગ →


ગુરુ થઈ બેઠો હોંશે કરી, કંઠે પહાણા શકે ક્યમ તરી;

(જ્યમ) નાર નાંનડી હવું પ્રસૂત, વળતી વાધે નહીં અદ્ભુત;

શિષ્યને ભારે ભારે રહ્યો, અખા એમ મૂળગેથો ગયો. ૧૨

પોતે હરિ નહીં જાણે લેશે, કાઢી બેઠો ગુરુનો વેશ;

સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર આપ;

એવા ગુરુ ઘણાં સંસાર, તે અખા શું મૂકે ભવ પાર. ૧૩

તું તારું સમજીને બેશ, કાં કોળે દિલે પ્યારી મેશ;

તુંબડું જેમ માંહેથું મરે, જે લઇ પેશે તે સૌ તરે;

તરુવર ફળ દેવા નવ જાય, અખા આવી જાચે તે ખાય. ૧૪

હેલો તું પરમારથ પ્રીછ, પચે ગુરુ થવાને ઈચ્છ;

પારો મુવો તે રોગ નિર્ગમે, પચે ભોજના બોળું તે જમે;

ત્યમ નિરાશે મલે નારાયણ, અખા તું પહેલે એવું જાણ. ૧૫

તું તારા મનમાંહી પ્રીછ, શાને મોટપા લે છે શીશ,

ઝીણું મળતાં મોટું થાય, મોટુઁ કણ્યકા થઇને જાય;

અખા તાત વિચારે વિંધ્યે, રિધ્ય ઘણી તો રહે સાંનિધ્યે. ૧૬

પે આપ પૂરણ બ્રહ્મ હરિ, પોત પસાર્યું રચના કરી;

ચૈતન્ય બ્રહ્મશલાનું ચિત્ર, ઋષિ જક્ષ માનવ પશુ પિત્ર;

થાય જાય એ માયા ભેર, અખા ચૈતન્ય નોહે ઉચ્છેદ. ૧૭

અખાના છપ્પા