લખાણ પર જાઓ

અખાના છપ્પા/ક્ષમા અંગ

વિકિસૂક્તિમાંથી
← વિચાર અંગ અખાના છપ્પા
ક્ષમા અંગ
અખો
તીર્થ અંગ →


કિલ્બિશ જન્મ કાલનાં જાય, જેનાં નામતણો મહિમાય;

એવાં નામતણો જે ધણી, તેની મોટપ જોતાં ઘણી;

તેની ભક્તિ કરે ઓળખી, એ સમરેથી અખા નર સુખી. ૭૧

જે બોલે ચાલે સાંભળે, કરતાથકો કેમાં નવ ભળે;

નર નારી ને નપુંસકલિંગ, જળચર થળચર ખેચર અંગ;

કર્ત્તા ભર્ત્તા હર્ત્તા જેહ, અખા ભક્તા જે જાણે એહ. ૭૨

પૂજ્ય તેને સમજી ઓળખી, જે વકને વચને ટાળે દુઃખી;

નરવેશે હરિ પૂરણ બ્રહ્મ, સૂક્તે કરી સમજાવે મર્મ;

ગુણાતીત ગુણ અંગી કરી, આપે આપ સમજાવે હરી. ૭૩

પૂજંતા પ્રતિમા ગુણા સેજ, પન બોલતી મૂર્ત્તિમાં હરિ છેજ;

જડ મૂર્ત્તિ મુખ બોલે નહીં, [ચેતન]] રહે તુજ સેવા સહી;

પિંડ ના જોઇશ જોજે વસ્ત, અખા મળે હરિ હસ્તેહસ્ત. ૭૪

ખિલ જગત મૂર્ત્તિ રમની, મહા જ્ઞાનીની મૂરત કામની;

જડથી ચૈતન મૂરત ભલી, જ્ઞાની મૂરત સર્વોપરી;

કારણ તેનું એક વિશેષ, અખા હું ન મળે જ્યાં શેષ. ૭૫

કોટિ વર્ષ પ્રતિમા પૂજિયે, પણ જ્ઞાની મૂરત પામી સેવિયે;

પોતા સરખો હરિજન કરે, મોટું માતમ જ્ઞાતા ધરે;

જડ ચૈતન્ય ગમે તે પૂજ, અખા સેવન તેની સૂજ. ૭૬

પૂજાનો એ ભાળે ભેવ, જે પૂજી નિપન્યા શુકદેવ;

જનક વિદેહી સેવ્યા દ્વિજે, તે બેથા જ્ઞાનીને ધ્વજે;

અખા જ્ઞાનીનો મહિમા ઘણો, ઇશે ઇશ રખે કોઇ ગનો. ૭૭

દીસે સૌ સરખાં વરતંત; ખાતાં પીતાં મરતાં જંત;

એક અધિકતા જ્ઞાની ધરે, હરિશું વૃત્ય સ્વતંત્રતજ કરે;

અખા તે વૃત્યમાં બહુ ભાવ, જલને ભારે તર્યું જાય નાવ. ૭૮

ક્તિ એકાસી પૂરી થૈ, ભાસીમી બુધ્ય આવી રઅહી;

તેવો ભક્ત જ્ઞાનીને ભજે, નવ નીકાશ નહીં રહે રજે;

પંકા કરે તે સૌકો કરે, અખા એવું વિરલા મન ધરે. ૭૯

સોળે અઁશે હરિ જાની હૃદે, જેની વાણી બીજું નવ વદે;

જેમ અગ્નિથી દિવો થયો, દીવામાં દાવાનલ રહ્યો;

તે માટે હરિજના સ્વે હરી. અખા રખે કો પૂચો ફરી. ૮૦

અખાના છપ્પા