લખાણ પર જાઓ

અખાના છપ્પા/ધીરજ અંગ

વિકિસૂક્તિમાંથી
← કૃપા અંગ અખાના છપ્પા
ધીરજ અંગ
અખો
ભક્તિ અંગ →


બ્રહ્માદિક નવ પામ્યા પાર, એમ જાણીને ખાશો માર;

અગમ અગોચર સૌને હરિ, બ્રહ્માકીટલગી માયા આવરી;

અખા હરિ જો મળનારા થાય, તો ન ગણે ઊંચનીચ રંકરાય. ૧૧૯

કુળ અધિકાર અધ્યયન ચાતુરી, પાપીમૂર્ખ ત્યાં ન જુવે હરિ;

જેમ વાયાની વળણે લાગે લાય, પણ ડાબું જમણું ન ગણે વાય;

ત્યમ ઊંચનીચ ન ગણે નારાણ, અખા એમ ખરાખરી જાણ. ૧૨૦

અખાના છપ્પા