લખાણ પર જાઓ

અખેગીતા/કડવું ૧૩ મું - જીવન્મુક્તની દશા - ૧

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૧૨મું - સર્વાત્મભાવ જ્ઞાનતુર્ય પદ અખેગીતા
કડવું ૧૩ મું - જીવન્મુકતની દશા - ૧
અખો
કડવું ૧૩ મું - જીવન્મુકતની દશા - ૨ →


રાગ ધન્યાશ્રી

જે નર સમજ્યા તેણેએમલહ્યુંજી, આપવિષય્થી આપોપું ગયુંજી;

બ્રહ્મઅગ્નિમાં દ્વૈત સર્વે દહ્યુંજી, મરમ સમજ્યાથી હતું તેમ થયુંજી.
પૂર્વછાયા

થયું જેમ તેમ હુતું આગે, જાણણહારો જાણિયો;
જે ૐકારની આદ્ય હતો, વળી વેદ પુરાણે વખાણિયો. ૧

ક્યારે દેખે ધ્યેયને ધ્યાતા, ક્યારે ધ્યેય રહેને ધ્યાતા ટલે;
તટ્સ્થ ઉપનું જ્ઞાન જેહને, એમ સુરત ચલે વલે. ૨

ક્યારે ઇંદ્રિ-આરામ વસ્તે, ક્યારે વર્તવોણી સુર્ત્ય છે;
તટસ્થકેરું એજ લક્ષણ, જ્ઞાનકેરી તે મૂત્ય છે. ૩

જીવનમુકત તેહજ કહાવે, જેહને એહ વૃત્તિ ઉપની;
આકાશવત્ તે રહે સદા, ક્યારેક સ્થિતિ તે રૂપની. ૪

જેમ મહાજલમાંહિલો મકર મોટો, અંબુ-મધ્ય આઘો રહે;
ઊંચો આવી અલ્પ વરતે, વળિ મહાનિધિ૧૦ જાતો રહે. ૫

જીવન્ મુક્ત યોગીશ્વર, એમ વર્તે દેહવિષે;
જેમ નાગને અંગજરા૧૧ પાકી, અળગી થઇ રહી નખશીખે. ૬

તે ચલણ-વલણ કરે ખરી, પણ અંગથી એકતા ટલી;
તેમ જીવન્ મુક્તને દેહ જાણો, જે, ભુજંગને૧૨ કાંચળી. ૭

ઉપની તે સહજમાંહે, અન્ આયાસે અંગથી;
જ્યારે વીરમીને૧૩ થયો વેગળો, ત્યારે ભિન્ન દીઠી ભૂજંગથી. ૮

એમ જીવન્ મુકત જાણજો, ભાઇ દેહનો સંગ;
$$$ છે ને નથી સરખી, જેમ દ્રષ્ટાન્ત ફણંગ૧૪. ૯

કહે અખો સહુકો સુણો, એમ જાણો જીવનમુકતને;

એ દશાને હીંદો પામવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ પ્રથમ. ૨ ધ્યાન કરવા યોગ વસ્તુ - બ્રહ્મ. ૩ ધ્યાન કરનાર. ૪ મનોવૃત્તિ. ૫ ઇંદ્રિયોમાં પ્રીતિવાળી. ૬ બાહ્યવૃત્તિવિના. ૭ આત્માકર વૃત્તિ. ૮ બ્ર્હ્મ તથા સંસારને જાણનાર જ્ઞાનીનું. ૯ પાણીમાં. ૧૦ ઊંડાં પાણીમાં. ૧૧ વૃધ્ધાવસ્થા. ૧૨ સાપને. ૧૩ મૂકી દઇને. ૧૪ સાપ.


(પૂર્ણ)