અખેગીતા/કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૧ અખેગીતા
કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૨
અખો
કડવું ૧૯ મું - સ્તુતિ કરતા જીવની બ્રહ્મ સાથે એકતા →


રાગ ધન્યાશ્રી

જે પ્રભુ વાણીયે ન કહેવાયજી,પામણહારો સેહેજે પલાયજી;

અગમઅગોચરજેહનેવેદગાયજી, અટપટોઆશયસેહેજેસમજાયજી.
પૂર્વછાયા

સેહેજમાં સાધન લાગે, અણલિંગી અનુભવ એહવો;
વંધ્યાસુત જેમ સરાહે, અચવ્યો રસ પીવો નવો. ૧

મુખવિના રસપાન કરવું, એહવું તે બ્રહ્મજ્ઞાન;
શ્રવણવિના તે શબ્દ સુણવો, નેત્રવોહનું જેમ ધ્યાન. ૨

વસ્તુગતે સેવક નહિ, અને સ્વામીને નહિ રૂપ;
ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ નહિ, એહવું તે ધામ અનુપ. ૩

જેહને વર્ણ વેષ ન રૂપ મુદ્રા, તેહતણા સર્વ રંગ;
છાયા માયા નહિ જેહને, તેહના જાણો સર્વ ઢંગ. ૪

સ્થાન માન જેહને નહિ, અકલ રૂપ અપાર;
તેવડે એ સર્વ શોભે, આપે જાણણહાર. ૫

વાણી માંહે જેહ ન આવે, તેહતણી સર્વ વાણ્ય;
નેતિ નેતિ કરી સો કહીયે, તેહની જાણે સર્વ જાણ. ૬

કૂટસ્થ આત્મા બ્રહ્મ કૈવલ્ય૧૦, તેહનો સર્વ પસાર;
જેહને વિશેષણ એકે ન લાગે, તે વિલસી રહ્યો સંસાર. ૭

જે કહેવોએ કહેવાય નહિ, શબ્દાતીત સદાય;
અનિર્વચની વચન બોલે, તે નાવે વાણીમાંય. ૮

એ તો પ્રીછણ્હારવિના૧૧ પ્રીછવું, પદાર્થ-વોહોણી૧૨ જે પ્રીછ;
આપે આપનું જે નિરીક્ષણ૧૩, ઇચ્છા-વોણી જે ઇચ્છ. ૯

કહે અખો એ વાણ્ય-વર્જિત,નિજસ્ફુર્ણ મહંતને;

એ સમસ્યા તેણે લહી, જેણે સેવ્યા હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ દૂર થઇ જાય. ૨ વખાણે. ૩ નહિ અનુભવેલો. ૪ આંખો વિના. ૫ વસ્તુતાએ. ૬ ગ્રહણ કરવા યોગ્ય ને ગ્રહણ કરનાર એવો ભાવ. ૭ ચિહ્ન. ૮ આ આત્મા નહિ. ૯ અવિકારી. ૧૦ માયા ને માયાનાં કાર્યોથી રહિત. ૧૧ જાણનાર વિના. ૧૨ વસ્તુ વિના. ૧૩ અવલોકન.


(પૂર્ણ)