ભાગ્ય

વિકિસૂક્તિમાંથી
Jump to navigation Jump to search
 1. ઝૂલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે. - શૂન્ય પાલનપુરી
 2. ફક્ત નિર્બળ અને કર્મહીન વ્યક્તિ જ નસીબને દોષ આપે છે.
 3. નસીબને ભરોસે બેસી રહેવું એ કાયરતાની નિશાની છે.
 4. નસીબ સાહસી લોકોને સહાય કરે છે.
 5. નસીબ પર નહિ, ચારિત્ર્ય પર આધાર રાખો.
 6. મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે.
 7. આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્ય છે.
 8. નસીબ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે.
 9. ભાગ્ય પર ભરોસો રાખીને બેસી રહેનારને ભાગ્ય સાથ આપતું નથી,
 10. પણ હિંમત રાખીને કામ કરનારને જ ભાગ્ય સાથ આપે છે.
 11. ભાગ્યમાં લખેલું હોય તેને કોઈ મિટાવી શકતું નથી.
 12. માનવજીવન બુદ્ધીને બદલે ભાગ્યથી વધારે ચાલે છે.
 13. પરિસ્થિતિને બદલનાર પોતાના ભાગ્યને પણ બદલી શકે છે.
 14. પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્નેના માર્ગ ભિન્ન છે, છતાં જયારે તેઓ જ્યાં મળે છે ત્યાં અદભુત સફળતા પ્રગટે છે.
 15. સદભાગ્ય હંમેશા પરિશ્રમની સાથે અને પાછળ જ હોય છે.

ઢાંચો:Uncategorized