અખાના છપ્પા/ચેતના અંગ

વિકિસૂક્તિમાંથી
← સ્વાતીત અંગ અખાના છપ્પા
ચેતના અંગ
અખો
કૃપા અંગ →


વારંવાર માનવદેહ નથી, પામ્યો તો કેતે ઘરથી;

જ્યારે જર્જર થાશે અંગ, ઇંદ્રિય મૂકી જાશે સંગ;

ત્યારે અખા જપમાલા ગ્રહે, ભાંગ્યે ઘડે પાણી કેમ રહે. ૧૦૩

તાપ મેલે જેમ લોઢાતણો, વાયે અગ્નિ કાંઇ થોડો ઘણો;

તકેતક થઇ આવે કાજ, હાજર રાખે સઘળો સાજ;

એમ અખા પરમેશ્વર ભજે, પડ્યે મને કાંઇ નહીં નીપજે. ૧૦૪

વસરા ચેતે તે નર ભલો, સહૂરો જેમ ઝુઝે એકલો;

મહારથી તેમ સાચા હરિજન, મનમાં નાણે તના કે ધન;

જેમ તેમ કરી સારે નિજ કાજ, અખા જાઓ કે રેજો લાજ. ૧૦૫

વૃદ્ધ થયો વંઠ્યું મના તન, ઉપાય ટલ્યો ને ખુટ્યું ધન;

ત્યારે ધર્મ સાધવા જાય, કોધું કાપડ સોદો થાય;

અખો ભજી નહીં જાણ્યો નાથ, ભોંયે પડ્યા ચારે હાથ. ૧૦૬

રિ ભજતાં જોઇએ હેત પ્રીત, માંહે આતુરતા સંતની રીત;

સદ્ગુરુનુંશરણ ગ્રહેવું ખપે, હરિને કાજે મન બહુ તપે;

તે નર હરિને પામે નિર્વેદ, અખા એજ ભજવાનો ભેદ. ૧૦૭

રતા વિના ભજે શુંથશે, પીતળા સોનામાં કેમા જસે;

દુઃખિયો દુઃખ નિગમવા કાજ, નવરો રુડી ચલવા બાજ;

કથા કિર્ત્તન બહુ કરતા ફરે, અખા હરિ પ્રાપ્ત લેખે સરે. ૧૦૮

તુરતા આની આરાધ, સન્મુખ થઇ સદ્ગુરુને સાધ્ય;

સદ્ગુરુ મળે તો સેજે તરે, સમજ વિના સૌ ફેરા ફરે;

હરિ વિનાફોકટ ફાંફાં જાન, અખા રામ નોહે પાણી પહાણ. ૧૦૯

અખાના છપ્પા