લખાણ પર જાઓ

અખાના છપ્પા/સ્વાતીત અંગ

વિકિસૂક્તિમાંથી
← તીર્થ અંગ અખાના છપ્પા
સ્વાતીત અંગ
અખો
ચેતના અંગ →


દેશકાલનો મહિમા ક્રમ, ભાવ ભેદ નહીં પદ મર્મ;

સત્ય જુગ ત્રેતા દ્વાપર કળી, લઘુ દીર્ઘા હસ્તે આંગળી,

અખા હાથા ચૈતન તેમા એક, એમા સમજવો વસ્તુવિવેક. ૯૭

હીસે મન જુગ મહિમા સુણી, અદકે ઓચે નહીં કોયા ધણી;

જુગજુગના વર્તમાન, ક્યાઁ રે જપ તપ યજ્ઞ ને ધ્યાન;

અખા એ માયા વિસ્તાર, ચારેના ઊદરમાં ચાર. ૯૮

મુક્તિબંધ નહીં જુગ માટ, અણજાણ્યા જીલા બાઁધે ઘાટ;

સાઠ સહસ્ત્ર સાગરના તન, થયા અવગતિયા પામ્યા પતન;

ત્યારે અખા કલિજુગ ક્યાં હતો, એ બારે કાળ માયાનો મતો. ૯૯

ચાનક જ્ઞાન ઉપજે એમ જાણ, કાંઇ દેશ કાલ્નું નહીં પ્રમા;

જેમ અકસ્માત પડે પર્જન્ય, ઋત કઋત નહીં મેઘને મન્ય;

વય વર્ણ દેશ કાળ જ કશા, અખા જ્ઞાનની મોટી દશા. ૧૦૦

રા અવતાર ચોવિશે વિષ્ણુ, તેમાઁ પૂરણ બ્રહ્મા કહાવ્યા કૃષ્ણ;

તેથી બળિયા બીજા હતા, માનવ દાનવ બહુ દેવત;

છતે પિંડે કેવળા કૃષ્ણ રહ્યા, અખા અધિક તે તેણે કહ્યા. ૧૦૧

કૈવલ્યને આધારે સહુ, બ્રહ્મા વિષ્ણુ મહેશ જ બહુ;

સહુ તેમાં થઇ રહે જાય, અદકી ઓચી વસ્તુ ન થાય;

તું તદ્રૂપ વિચારે અખા, બાકી શબ્દ સઘળાં મોં રખા. ૧૦૨

અખાના છપ્પા