લખાણ પર જાઓ

અખાના છપ્પા/સગુણભક્તિ અંગ

વિકિસૂક્તિમાંથી
← જડભક્તિ અંગ અખાના છપ્પા
સગુણભક્તિ અંગ
અખો
દંભભક્તિ અંગ →


ગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી;

અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે;

એ અખા સમજ દેહવેહવાર, જન્મમરણ ન ટળે સંસાર. ૩૦૪

ડતું સુવર્ણ ને બીજું મન, તેનું ધોવું ધાવું નોય જતન;

જો મર્મ ખાર અગ્નિને મળે, તો થાય ચોખ્ખું મન પાછું વળે;

મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય. ૩૦૫

ણજાણ્યે જ્યાં ગુરુ કરી પડે, ભાત્ય પટોળેથી કેમ ખડે;

અવળા શબ્દ પેઠા કાનમાં, વાધ્યો રોગ નાવે માનમાં;

અખા આતમવિન અવળી વજા, ફરે કાજી પણ ન ફરે કજા. ૩૦૬

હુ વિધ છે શાસ્ત્રનું જાળ, ઉર્ણ નાભિ મૂકે નિજ લાળ;

જીવબુધ્યે કરી ગુંથ્યા ગ્રંથ, મમતે સહુ વધારે પંથ;

પણ જ્ઞાન તો છે આતમસુઝ, અખા અનુભવ હોય તો બુઝ. ૩૦૭

મુક્તિ ભક્તિ બે વાંચ્છે ભ્રમ, પણ બેઉથી અળગો આતમધર્મ;

જીવ થઇ થાપે ભક્તિ ભગવંત, જીવ થઇ મુક્તિ મન માને જંત;

એ તો તેમનું તેમ છે અખા, દ્વૈતવિના નોહે પખપખા. ૩૦૮

ત્મલક્ષમાં નહિ પર આપ, વણ સંતાને કેનો બાપ;

વણ જોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;

અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય. ૩૦૯

અખાના છપ્પા