અખેગીતા/કડવું ૨૨ મું - બ્રહ્મ અને માયાની એકતાથી જીવ અને ઇશ્વરનું સ્વરૂપ-સદૃષ્ટાંત

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૨૧ મું - બ્રહ્મ-ઇશ્વર ને જીવની એકતા અખેગીતા
કડવું ૨૨ મું - બ્રહ્મ અને માયાની એકતાથી જીવ અને ઈશ્વરનું સ્વરૂપ-સદ્દ્ષ્ટાંત
અખો
કડવું ૨૩ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ →


રાગ ધન્યાશ્રી

અનુભવ મોટો મોટા જાણેજી, બુધ્ય તે બાપડી થયું પ્રમાણેજી;

દીઠુંસાંભળ્યુંસહુએવખાણેજી, પણ અણચવ્યુંકોઇકઉરમાં આણેજી.
પૂર્વછાયા

ચવ્યું નથિ તેનાં ચરિત્ર શેનાં, એ તો આભાસે છે અણછતાં;
અણલિંગી એ અર્થ સમજે,કહું દૃષ્ટાન્ત જે પહોંચતાં. ૧

અધિષ્ઠાન ઉત્કૃષ્ટ માટે, ચૈતન્યતા ત્યાં અતિ ઘણી;
તેણે અરૂપ ભાસે રૂપસરખું, તેણે અહંતા ઉઠે આફડી. ૨

તે અહંતા થાય અનંતરૂપે, પ્રોઢી થઇને પાંગરે;
તેનો લક્ષ નરને કહું, કો ધીમંત હૃદયમાં ધરે. ૩

ભાઇ દૃષ્ટાન્ત આવે બુધ્ધિમાં, તો સિધ્ધાન્ત સમજે સહી;
તે દૃષ્ટાન્ત સમજી નવ શકે, તેને ઉકેલ હોયે નહીં. ૪

જેમ દર્પણ મૂકિયે સામસામા, તે પ્રતિબિંબે એકએક્માં;
તે અન્યો અન્ય અનંત થાયે, દૃષ્ટ પહોંચે છેકમાં. ૫

તે દર્પણદર્પણમાંહે રચના, દીસે પ્રગટ પ્રમાણ;
એકએકમાં અલગા અલગા. ચંદ૧૦ તારા બહુ ભાણ૧૧. ૬

અનંત ભાસે સામસામા, એકના ઉદરમાં એક;
સિધ્ધાંતને તમો એમ જાણો, કહું વસ્તુ-વિવેક. ૭

આદર્શ૧૨ નિર્મલ અતિઘણું, પરબ્રહ્મસ્થાની૧૩ તેહ;
તેહમાં અજા આછી૧૪ અણછતી, ભાઇ આવી ભાસે૧૫ એહ. ૮

તે અજામધ્ય ઉપાધ્ય૧૬ બોહળી૧૭, તે જાણે અહંકૃત્ય૧૮;
જેમ મુકુરમાં૧૯ અનંત દીસે રૂપની સંસૃત્ય૨૦. ૯

કહે અખો સહુકો સુણો, સંસ્રુત્ય ન ભાસે જંતને;

એ ગીતાનું તે હારદ સ્મઝે, જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ નહિ અનુભવેલુ. ૨ પ્રતીત થાય છે. ૩ એની મેળે. ૪ મોટી. ૫ અંકુર મેલે. ૬ બુધ્ધિમાન. ૭ સિધ્ધાંત સમજવાનું સામર્થ્ય. ૮ પ્રતિબિંબત થાય. ૯ અંતમાં. ૧૦ ચંદ્ર. ૧૧ સૂર્ય. ૧૨ દર્પણ. ૧૩ પરબ્રહ્મને ઠેકાણે. ૧૪ સૂક્ષ્મ. ૧૫ પ્રતીત થાય. ૧૬ ઉપાધિ. ૧૭ ઘણી. ૧૮ અહંકાર. ૧૯ દર્પણમાં. ૨૦ સંસાર.


(અપૂર્ણ)