અખેગીતા/કડવું ૨૫ મું - પરબ્રહ્મનો ભેદ

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૨૪ મું - જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ અખેગીતા
કડવું ૨૫ મું - પરબ્રહ્મનો ભેદ
અખો
કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ →


રાગ ધન્યાશ્રી

હવે કહું મોટો પરબ્રહ્મ ભેદજી, જેણે કરી હોય દ્વૈતનો ઉચ્છેદજી;

જેને કહે અગમ અગોચર વેદજી, તે પદ જાણો સ્વસંવેદજી. ૧
પૂર્વછાયા

સ્વસંવેદ તે પદ સદા, આપેં લહે તે આપને;
$$ ધુંધવાતો અગ્નિ અચાનક, થાય શિખા તેજ તાપને. ૧

વને જોત્ય જ્વાળા અતિઘણી, દીસે જાજુલ્યમાન;
ફટકીને થયો ફરફરો, તેણે કાઢ્યું રૂપ નિદાન. ૨

પરબ્રહ્મ વહનિ એમ જાણો, ઘટઘટ રહ્યા સમાય;
જેમ છે કાષ્ટ પાષાણમાંય, તે દેહસાથે થ્યો જાય. ૩

ધુંધવાતો ધોખે ભર્યો, તે શૂન્યવાદીનો વાદ;
ધૂમ્ર ભર્યો અતિ ધૂખલો, તે ચાલ્યો જાય અનાદ્ય. ૪

તે કાષ્ઠ નોહે કશાનું નોહે, કરે તે ઘોર અંધાર;
દારૂનાં દલથકી ટળ્યો, અને ઝળક્યો નહિ ઝીતકાર. ૫

તેમ શૂન્યવાદીને સત્તા ખરી, પણ આતમ નહિં ઉદ્યોત;૧૦
કથે પણ તેહનો ક્લેશ ન ટલે, જેહવી ચિત્રામણની૧૧ જ્યોત. ૬

જેમ ચિત્રદીપ દીસવા લાગે, પણ અજવાળું નવ થાય;
તેમ શૂન્યવાદી સર્વનાશ કહે, પણ મૂલ-મહિમા૧૨ ન પ્રીછાય. ૭

તે પ્રપંચને મિથ્યા કહે, પરમાત્માને કહે નથી;
કર્મ ધર્મને તે પરઠે,કહે જગત સર્વે શૂન્યથી. ૮

કહે શૂન્ય ઉપજે શૂન્યે સમાયે, શૂન્યમાંહે સહુ સ્થિતિ કરે;
શૂન્યમાં આશય છે તેહનું, કહે મુઓ ફરી નહીં અવતરે. ૯

કહે અખો શૂન્યવાદી, ન પામે મૂલ-તંતને;

પ્રભુ પરમારથ તેહજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ પ્રકાશમા. ૨ તડ યડ કરીને. ૩ વધારે ફેલાવાવાળો. ૪ અંતે. પ શરીર શરીરમાં ૬ જેમ લાકડામાં ને પથ્થરમાં તેની ઉત્પત્તિની સાથે અગ્નિ ઉપજેલો જણાય છે. ૭ ક્લેશે. ૮ અગ્નિ. ૯ સ્પષ્ટપણે. ૧૦ પ્રકાશ. ૧૧ ચિત્રમાં આળેખેલી. ૧૨ મૂળ વસ્તુનું સામર્થ્ય.


(અપૂર્ણ)