લખાણ પર જાઓ

વિકિસૂક્તિ:આજનું ચિત્ર

વિકિસૂક્તિમાંથી
આજનું ચિત્ર
ધી મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ - યુ.એસ.એ. (અમેરિકા)ના ન્યુયોર્ક શહેરના સુવિખ્યાત મેનહટનમાં આવેલું સંગ્રહાલય.

આ ચિત્રો વિકિપીડિયાના મુખપૃષ્ઠ પર આજના ચિત્ર તરીકે પ્રદર્શીત કરવા માટે ચુંટેલા છે. આ વિકિપીડિયા કૉમન્સ ની "Picture of the Day (આજનુ ચિત્ર)" યોજનાનો ગુજરાતી અનુવાદ છે.

These are images selected for display on the Main Page as the Picture of the day. This page helps organise all the images slated to be POTD. In this early phase of Gujarati Wikipedia, POTD should help give the mainpage a touch of variety. The selection of images is performed by anybody.

The current Picture of the day can be included on a page using the template {{Template:Potd|width=300|float=right}}

૨૦૦૫: એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ડિસેમ્બર
૨૦૦૬: જાન્યુઆરી | ફેબ્રુઆરી | માર્ચ
સપ્તાહ-૧
સપ્તાહ-૨
સપ્તાહ-૩
સપ્તાહ-૪
Template:Potd/૪ સપ્તાહની યોજના

PURGE CACHE OF THIS PAGE


સપ્તાહ-૧

[ફેરફાર કરો]
અસાઇ તાડનું ફળ
દક્ષિણ અમેરિકાના દેશો, જેવાંકે બ્રાઝિલ, પેરુ, વગેરેમાં ઉગતાં અસાઈ તાડના ફળ જે દેખાવમાં જાંબુ જેવાં લાગે છે.
ચિત્ર -- મથાળું
ટીમરુના ફળ
ગુજરાતના સુકા વનપ્રદેશોમાં ઉગતા ટીમરુ વૃક્ષના ફળ જે સ્વાદમાં મીઠા હોય છે.
ચિત્ર -- મથાળું
લીલી દ્રાક્ષનું ઝુમખું
આયુર્વેદમાં ઔષધરૂપે વપરાતો દ્રાક્ષાસવ જે ફળમાંથી બને છે તે દ્રાક્ષ. યુરોપ અને પશ્ચિમના ઘણા દેશોમાં પરંપરાગત રીતે દ્રાક્ષમાંથી વાઇન નામનું મદ્યાર્કયુક્ત પીણું બનાવવામાં આવતું જે હવે દુનિયાભરમાં પીવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
પેરુ કે જામફળ
પેરુ, કે જેને ગુજરાતના ઘણા ભાગમાં જામફળના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળનો ગર સફેદ કે લાલ (ગુલાબી) રંગનો હોય છે. ગુજરાતમાં ધોળકાના જામફળ રસાળ, મીઠા અને ઉચ્ચ ગુણવત્તાના ગણવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
સીતાફળ
સીતાફળ એ એક મીઠું બહુબીજ ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળ મૂળ અમેરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ફીલીપાઈન્સમાં આ ફળનું વાવેતર કરવામાં આવે છે.
ચિત્ર -- મથાળું
કરમદાંનાં ફળ
કરમદાંનાં સુંદર લાલચટક ફળ. કરમદાં કૃષ્ણને પ્રિય હતા, તેની માળા તેઓ પહેરતા. કરમદાનાં ફળોનો ઉપયોગ શાક તથા અથાણું બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ વનસ્પતિ રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. ભારત બહાર તે નેપાળ તથા અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
ઝાડ પર લટકી રહેલા ફણસ
ભારતમાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ઉત્તર ભારતમાં ફણસ ઉગાડવામાં આવે છે. તેના કાચા ફળનું શાક બને છે અને પાકા ફળની ફેશીઓ ફળ તરીકે ખાવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ફણસને ચાંપા કહે છે.
ચિત્ર -- મથાળું

સપ્તાહ-૨

[ફેરફાર કરો]
સમુદ્ર સપાટીથી ૨૦૭૬ મીટર ઊંચાઈએ આવેલા શિમલા સુધી લઈ જતા કાલકા-શિમલા રેલ્વે માર્ગ પરના તારાદેવી સ્ટેશન પર ઊભેલી શિવાલિક ડીલક્સ એક્સપ્રેસ ટ્રેન.
ચિત્ર -- મથાળું
ધી મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ - યુ.એસ.એ. (અમેરિકા)ના ન્યુયોર્ક શહેરના સુવિખ્યાત મેનહટનમાં આવેલું સંગ્રહાલય.
ચિત્ર -- મથાળું
ગલ્ફ વોર દરમ્યાન ઉપયોગમાં લેવાયેલી કુવૈત સેનાની મુખ્ય લડાઈ ટેંકો એમ-૮૪ (M-84).
ચિત્ર -- મથાળું
૧૮૫૭ના વિપ્લવ દરમ્યાન લખનૌના કૈસર બાગને પુનઃકબજામાં લીધા બાગ તેને લૂંટી રહેલા અંગ્રેજ સૈનિકોનું ચિત્રણ (સ્ટીલ કોતરણી, ૧૮૫૦નો દાયકો)
ચિત્ર -- મથાળું
મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા કૃષ્ણ
- દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર
ચિત્ર -- મથાળું
અમદાવાદ રેલ્વે સ્ટેશન નજીક આવેલા ઝૂલતા મિનારા
ચિત્ર -- મથાળું
રામાયણમાં સીતાનું હરણ કરીને લઈ જઈ રહેલા રાવણને રોકતો જટાયુ
- દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માએ દોરેલું તૈલચિત્ર
ચિત્ર -- મથાળું

સપ્તાહ-૩

[ફેરફાર કરો]
અધરંગ
અધરંગને અંગ્રેજીમાં (ધ ટીકલ્સ ફ્લાયકેચર) કહે છે, તેનું શાસ્ત્રીયનામ (મુસ્સીકાપૂલા ટીકેલાય) છે. આખા ભારતમાં વસે છે, અને સૌરાષ્ટ્રના ગીર માં તેનું પ્રજનન થાય છે. ઘાંટી જગ્યા અને છાંયો હોય ત્યાં વધુ જોવા મળે છે. તેમાં પણ વનમાં વહેતા પાણીના વોંકળા આસપાસ વધુ રહે છે. ભાવનગર વિસ્તારમાં શિયાળા દરમિયાન જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
કસ્તુરી
કસ્તુરીને અંગ્રેજીમાં (ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ) કહે છે. તેનું શાસ્ત્રીય નામ (ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)) છે. કસ્તુરીનું કદ કાબર જેવડું હોય છે. ડુંગરાળ વન પ્રદેશમાં, ઘાટી જગ્યાએ અને માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે. વૃક્ષનીં ઉંચી ડાળ પર બેસવાનું અને જમીન પર આવવું પડે તો ઘાંટા ઝાડી ઝાંખરામાં વસવું પસંદ કરે છે. ચક-ચક અવાજ કરે છે. પરંતુ મધુર સ્વરમાં ગાયન અને બિજા પક્ષીઓની નકલ પણ શાનદાર કરે છે.
ચિત્ર -- મથાળું
ઘંટી-ટાંકણો અથવા હુદહુદ
આ પક્ષી ગુજરાતમાં મુખ્યત્વે શિયાળા દરમ્યાન જોવા મળે છે. આ પક્ષી બોલે ત્યારે જૂના જમાનામાં જોવા મળતી પથ્થરની ઘંટીને ટાંકતી વખતે થતા અવાજને મળતો આવતો અવાજ કરતું હોવાથી તેને ગુજરાતીમાં ઘંટી-ટાંકણો નામ અપાયું હોવાનું માનવામાં આવેલ છે. આ પક્ષીનું હિન્દી ભાષાનું નામ હુદહુદ છે જે ગુજરાતીમાં પણ ઉપયોગમાં લેવામાં આવતું જોવા મળે છે.
ચિત્ર -- મથાળું
ચાતક
યાયાવર પક્ષી આફ્રિકાના પૂર્વ કિનારેથી ભારત, શ્રીલંકા અને બર્મા/મ્યાનમારમાં ઉનાળો ઉતરતાં અને ચોમાસાની શરૂઆતમાં આવે છે, અને દિવાળી પહેલાં પરત જતાં રહે છે. તે મોટા ભાગે ભીની અને વાવેતર વાળી જગ્યાઓમાં રહેવાનું પસંદ કરે છે. ચાતક પક્ષીનો રુપક તરીકે ઉપયોગ અનેક કવિઓ દ્વારા થતો જોવા મળે છે. રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ચાતક પક્ષીનો બહુધા ઉલ્લેખ આવે છે.
લોચન ચાતક જિન્હ કરી રાખે, રહહિ દરસ જલ-ધર અભિલાખે
ચિત્ર -- મથાળું
બપૈયો
બપૈયો, જેને અંગ્રેજીમાં (કૉમન હૉક કુક્કૂ) કહે છે તે વર્ષારૂતુ સિવાય ભાગ્યેજ જોવા મળે છે. તે ભારતનાં મોટાભાગનાં પ્રદેશોમાં, છેક હિમાલયમાં ૮૦૦ મી. સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે. વર્ષાના સમયમાં રાતના તે પીપીહુ પી પીહુ તેવો અવાજ સતત ૫ થી ૬ વખત કરે છે.
ચિત્ર -- મથાળું
મોર બાજ
મોર બાજને અંગ્રેજીમાં ક્રેસ્ટેડ હૉક-ઈગલ કે ચેન્જેબલ હૉક-ઈગલ કહે છે. એ ભારતીય ઉપખંડ, ખાસ કરીને ભારત, શ્રીલંકા અને દક્ષિણપૂર્વ હિમાલયની ધારે દક્ષિણપૂર્વ એશિયાથી ઇન્ડોનેશિયા અને ફીલીપાઈન્સ સુધી જોવા મળતું પક્ષી છે.
ચિત્ર -- મથાળું
શોબિગી
શોબિગીનું અંગ્રેજી નામ (કોમન આયોરા) છે. સમગ્ર ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં તેની વિવિધ જાતો જોવા મળે છે.
ચિત્ર -- મથાળું

સપ્તાહ-૪

[ફેરફાર કરો]
સફેદ ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું
પીળું ડાહ્‌લીયા (ગોલ્ડન ટોર્ચ)
ચિત્ર -- મથાળું
કેસરી ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું
ગુલાબી ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું
લાલ ડાહ્‌લીયા (રેડ કેપ)
ચિત્ર -- મથાળું
કિરમજી ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું
મિશ્ર રંગનું ડાહ્‌લીયા
ચિત્ર -- મથાળું