લખાણ પર જાઓ

ગાંધીજી

વિકિસૂક્તિમાંથી
(મહાત્મા ગાંધી થી અહીં વાળેલું)
મોહનદાસ કરમચંદ ગાંધી

"રાષ્ટ્રપિતા" —મહાત્મા ગાંધી
જન્મની વિગત ૨ ઓક્ટોબર ૧૮૬૯
ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫
પોરબંદર, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત ૩૦ જાન્યુઆરી,૧૯૪૮
નવી દિલ્હી, ભારત
મૃત્યુનું કારણ બંદુક વડે હત્યા
રહેઠાણ ભારત તેમજ દ.આફ્રિકા
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ દ.આફ્રિકામાં-ભાઈ
ભારત આવ્યા બાદ-બાપુ
અભ્યાસ કાયદાની ઉપાધી
વ્યવસાય વકીલાત,સમાજસેવા
વતન પોરબંદર
ખિતાબ "રાષ્ટ્રપિતા"
ધર્મ હિંદુ
જીવનસાથી કસ્તુરબા
સંતાન હરીલાલ-મણીલાલ
રામદાસ-દેવદાસ
માતા-પિતા પૂતળીબાઇ-કરમચંદ ગાંધી
નોંધ
ગાંધીજીની આત્મકથા
સત્યનાં પ્રયોગો

મોહનદાસ કરમચંદ ગાંધી અથવા ગાંધીજી એ ભારતના રાષ્ટ્રપિતા છે. જેમનો જન્મ ગુજરાતમાં પોરબંદર ખાતે થયો હતો. અહિંસાત્મક આંદોલન વડે સમાજને એક નવી જ દિશા પૂરી પાડી હતી. ભારતની સ્વાતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી.

સૂક્તિઓ

[ફેરફાર કરો]

મહાત્મા ગાંધીજી ના અગિયાર જીવન મંત્રો

[ફેરફાર કરો]
  • સત્ય: હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
  • અહિંસા: કોઈને જરા પણ દુઃખ ન આપવું.
  • ચોરી ન કરવી: કોઈ કામ જૂઠુ ન કરવું.
  • અપરિગ્રહ: વગર જોઈતું સંઘરવું નહીં.
  • બ્રહ્મચર્ય: મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
  • સ્વાવલંબન: પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
  • અસ્પૃશ્યતા: જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
  • અભય: નીડર રહેવું, નીડર બનવું.
  • સ્વદેશી: દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
  • ત્યાગ: આસ્વાદ એક આગવું ગાંધીવ્રત છે. સ્વાદની ઘેલછા છોડીને સાદું જીવન જીવવું.
  • સર્વધર્મ સમાનતા: જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.

સંદર્ભ

[ફેરફાર કરો]