સભ્ય:Bhatakati aatma/જૂનું મુખપૃષ્ઠ
આ વેબસાઇટનો ઉદ્દેશ ગુજરાતીમાં સૂક્તિઓ, કહેવતો અને સુવાક્યોનો ઓનલાઇન મુક્ત કોશ બનાવવાનો છે.
વિકિસૂક્તિ (વિકિક્વોટ) પર આપનું સ્વાગત છે. વિકિસૂક્તિ મુક્ત સૂક્તિસંગ્રહ કોષ છે જેમાં કોઇપણ લખી શકે છે. |
વિકિસૂક્તિ (વિકિક્વોટ)ની આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત ઑગસ્ટ ૬, ૨૦૦૫ના રોજ કરવામાં આવી. અત્યારે અમે ૫૪૮ લેખો પર કામ કરી રહ્યાં છીએ. વિકિસૂક્તિ દરેક ભાષામાં થતું એક મુક્ત ઑનલાઇન પ્રકાશન છે. જયાં સ્રોતની ખબર હોય ત્યાં સ્રોત સહિતના લેખ, ગુજરાતી સિવાયની ભાષામાં પ્રખ્યાત સૂક્તિઓનો અનુવાદ પણ તમે કરી શકો છો. જો તમે વિકિસૂક્તિ કે વિકિનાં અન્ય પ્રકલ્પોમાં હમણા જ જોડાયા હો તો તમારે મદદની જરુર પડે. આમ તો તમારે સહાયની જરુર પડે તે માટે મદદનાં પાનાંનું આયોજન છે, પરંતુ હાલ હજુ મદદનાં પાનાંતૈયાર કરવાનાં બાકી છે. વિકિસૂક્તિનાં આ પ્રાથમિક તબક્કામાં વધુ માહિતી માટે અંગ્રેજીમાં જોવા વિનંતી. તમારે ટાઇપ કરતાં કાંઇક પ્રયોગ કરીને જોવું હોય તો તેનાં માટે કોઇ લેખમાં પ્રેક્ટીસ કરવાને બદલે તમે સેન્ડબોક્સમાં પહેલાં ટાઇપ કરી શકો છો. સેન્ડબોક્સમાં પ્રયોગ માટે જુદું રાખેલ પાનું હોઇને તમે ત્યાં કાંઇપણ ટાઇપ કરી શકો. એટલું જ નહી પણ તમે ત્યા કરેલું ટાઇપીંગ ત્યાં રાખી મુકેલ હોય તો બીજા મિત્રો પણ તે દ્વારા શીખી શકે.
નીચે મુખ્ય લેખોની યાદી આપેલ છે, તેમાંથી કોઇપણ લેખ પર ક્લિક કરી તેના પર આપ લખી શકો છો. અથવાતો તે લેખોનું ભાષાંતરણ કરી શકો છો. વધુ જાણકારી માટે, તૈયાર થયેલા એક બે લેખનો પ્રથમ અભ્યાસ કરી એ મુજબ આપ પણ સુંદર લેખ બનાવી શકો છો.